દાણીલીમડામાં કન્ટ્રક્શનની કામગીરી કરતા યુવક પર તલવાર વડે હુમલો

 કન્ટ્રક્શન કરવું હોય તો એક લાખ આપવા પડશે તેમ કહી યુવક પર કર્યો હુમલો

શહેરના દાણીલીમડા વિસ્તારમાં તલવાર વડે હુમલાની ઘટના સામે આવી છે.  કન્ટ્રક્શનના કામગીરી કરતા શખ્સ સાથે આરોપીઓ પૈસાની માંગણી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા આરોપીઓએ શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇસનપુર શાહઆલમમાં શાલીમાર ટોકીઝ પાસે મેરૃનીશા મજીલ ખેરુવાલા કોમ્પલેક્ષની સામે રહેતા અને કન્ક્શનનો વ્યવસાય કરતા રિઝવાન મોહમંદ રિયાઝ શેખ (ઉ.વ.૨૧)એ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ચંડોળા તળાવ પાસે મુબારક રો-હાઉસ ખાતે રહેતા ઇમ્તીયાઝ રફીકભાઇ અને ઇદરીશ રફીકભાઇ એઝાજ રફીકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે મુબારક રો-હાઉસ ખાતે નવા મકાન બાંધવાનું કામ ચાલું કરવાનું હોવાથી કન્ટ્રક્શન મટીરીયલ ભેગુ કરવાની કામગીરી ચાલતી હતી.

જેને લઇને આજે સવારે ૯ વાગે ફરિયાદી ઇંટાની ટ્રક આવી હોવાથી ખાલી કરાવવા માટે ગયા હતા, જ્યાં ઇમ્તીયાઝભાઇ સહિત તેમના ત્રણ ભાઇએ આવીને કહ્યુ કે અહિયાં કન્ટ્રક્શનું કામ કરવું હોય તો તારા કાકાને કહેલ છે કે રૃા. 1 લાખ આપવા પડશે, તેમ કહીને તકરાર કરી હતી. જ્યાં ઇંટો ખાલી કરવાની હતી તે સ્થળે આરોપીની ગાડી પડી હતી તે હટાવાનું ઉશ્કેરાઇ ગયા હતા અને ઘરમાંથી તલવાર લઇ આવીને ફરિયાદી યુવકના માથામાં તથા પેટના ભાગે મારી હતી. આમ ત્રણેય શખ્સોએ તલવાર તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા, ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે તાત્કાલીક એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં સારવાર ચાલુ છે.

 53 ,  1