બનાસકાંઠાના યુવકને લૂંટેરી દુલ્હન રૂ. 2.10 લાખમાં નવડાવી ગઈ

નકલી પિયરીયા તેડી ગયા બાદ કરવા લાગ્યા ગલ્લા તલ્લા

આણંદના વાસદ પોલીસ મથકે લેખિતમાં કરી અરજી

ઘણા યુવકોની ઉંમર વીતી જવા છતાં યુવકોના લગ્ન થતાં નથી. લગ્નમાં મુશ્કેલી થતાં યુવકો દલાલોનો સંપર્ક કરવામાં આવે છે. દલાલો પૈસા લઇને યુવકોના લગ્ન કરાવી દે છે. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે, યુવતીઓ પૈસા લઇને લગ્ન કરવાનું નાટક રચીને પૈસા લઇને છુમંતર થઇ જાય છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. જેમાં આણંદની લૂંટેરી દુલ્હને પરીવાર સાથે વિશ્વાસઘાત કરી 10 દિવસમાં ફરાર થઈ. લુંટેરી દુલ્હન અને ટોળકીએ લગ્નોત્સુક યુવકને ફસાવી રૂ. 2.10 લાખ જેવી રકમ પડાવી લઈ દુલ્હન ગુમ થઈ જતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણાં ગામે રહેતા અને દૂધમંડળીમાં કામ કરતા રાજપૂત નાથુજી સરદારજી પોતે જીવનસાથીની શોધમાં હતા. ત્યારે દિનેશ પરમાર નામના યુવકે પાલનપુર ગણેશપુરામાં રહેતા વ્યક્તિનો સંપર્ક થયો. દિનેશ પરમારે આણંદ જિલ્લાના અડાસ ગામ પાસેના ગામમાં રહેતા વિક્રમસિંહ સાથે મુલાકાત કરાવી ગીતા નામની છોકરીનો ફોટો બતાવ્યો હતો.

રાજપૂત નાથજી સરદારજી અને તેમના મોટાભાઈ અને તેમના માજી અને તેમના સગાસંબંધીઓ લગ્નની વાત પાકીકરવા માટે અડાસ ગામે આવ્યા હતા. ત્યારબાદ ચાંદલા વિધિ કરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જે નક્કી થયા પછી લગ્ન વિધિ કરી હતી. નટવરસિંહ હિંમતસિંહ ગોહેલ દ્વારા લગ્ન માટેની સંમતિ બાદ રાજપૂત નાથુજી સરદારજીપાસેથી વિવિધ બહાના હેઠળ રૂપિયા બે લાખ દસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા

તે દરમિયાન ગીતાના કહેવાતા નકલી સગા વ્હાલાઓએ પણ અલગ અલગ રીતે રાજપૂત નાથુજી સરદારજી પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. થોડા દિવસ  પછી તેમના નકલી પિતા અને સગા વહાલા તેડવા આવતા ગીતાને ઘરે મોકલી હતી. પછી ગીતાને તેડવામાટે ફોન કરતા નટુભાઈ ફોનપર ગલ્લા તલ્લા કરતા અમારા સાગા સબંધી તેમને આ બાબતે છેતરપિંડી થયાનો ખ્યાલ આવી ગયો હતો અને તેમણ વિક્રમસિંહ અને મધ્યસ્થીઓને ફોન કર્યો હતો.

પરંતુ કોઇપણ વ્યક્તિઓ તરફથી કોઈ જવાબ ન મળતા આખરે આ લૂંટારૂ ગેંગનો ખ્યાલ આવી જતાં આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. લગ્નના નામે છેતરતી આ લુંટેરી દુલ્હન ગીતા ઉપરાંત વચેટિયા દલાલ અને નટુભાઈ હિંમતસિંહ ગોહિલ નકલી પિતા બનેલા હતા. આ નકલી પિતા સહિતના નકલી સગા વહાલાઓ સામે હાલમાં આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પહેલા પણ આ લુંટેરી ગીતા દુલ્હન અને આ  આણંદ જિલ્લાના અડાસ ગામનો નટવરસિંહ હિંમતસિંહ ગોહિલ અને વિક્રમસિંહ દ્વારા અનેક યુવાનો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર