અમદાવાદ : પાડોશમાં રહેતા યુવકે મહિલાને બાથમાં જકડી કપડાં ફાડી નાખ્યાં

 અંડરવેર પહેરીને યુવક અશ્લીલ ચેનચાળા કરતો હતો

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી મહિલા ઓફીસેથી ઘરે પહોંચી હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક દારૂના નશામાં ધૂત થઈ મહિલાને બાથમા જકડી મહીલાના કપડા ફાડી નાખ્યા હતા. આ અંગે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પાડોશી યુવકની ધરપકડ કરી છે.

બોડકદેવ વિસ્તારમાં રહેતી મહિલા ઓફીસથી કામકાજ પૂર્ણ કરી તેના ઘરે ગઈ હતી. જો કે ઘરના બ્લોકમાં સીડી પર પાડોશી યુવક અન્ડરવેર પહેરીને દારૂના નશામાં ધૂત થઈને ઉભો હતો. જેથી તેને જોઈને મહિલા નીચે ઉતરી ગઈ હતી. બીજી બાજુ દારૂના નશામાં ધૂત પાડોશી ગાળો બોલી રહ્યો હતો. મહિલા તેના ઘરે જવા માટે સીડી ચડવા લાગી ત્યારે પાડોશી યુવકે તેને બાથમાં પકડી લીધી હતી. જેથી મહિલા બુમો પાડવા લાગી હતી. તે દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાને છોડાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પાડોશી યુવકે મહિલાના કપડા ફાડી નાખ્યા હતા. જેથી મહિલા દોડતી તેના ઘરમાં ચાલી ગઈ અને તેના પતિને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જેથી પતિ પણ ઘરે આવ્યો ત્યારે પાડોશી યુવક તેને ગાળો બોલી ઉપરથી નીચે નાખી મારી નાંખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો.

બીજી બાજુ મહિલાએ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ મહિલાની ફરિયાદના આધારે પોલીસે પાડોશી યુવકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આરોપી યુવક અવારનવાર મહિલા સામે અશ્લીલ હરકતો કરતો હતો. જ્યારે પણ મહિલા ઘરની બહાર નીકળે ત્યારે આરોપી યુવક તેની સામે અંડરવેર પહેરીને ઊભો રહી જતો હતો. અને ગંદા ઇશારા કરતો હતો.

 127 ,  1