રાજુલામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા

પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું અનુમાન, હત્યારાઓની શોધખોળ હાથ ધરાઈ

અમરેલીના રાજુલામાં એક હત્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને રહેંસી નાખ્યો હતો. પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવ્યા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલાના કુંડલીયાળામાં રસિક વાળા (ઉં.વ.22) નામના યુવકની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા કરીને હત્યારા નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા પ્રેમસંબંધમાં થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

મૃતક યુવાન હોવાથી પ્રેમસંબંધમાં તેની હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે, તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવી શકે છે. યુવકની હત્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે, હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 67 ,  1