વડોદરામાં બહેનના ઘરે જઈ રહેલા યુવકનું દોરાથી ગળુ કપાતાં મોત, અમદાવાદમાં પણ એક યુવક થયો ઘાયલ

આણંદમાં 4 વર્ષના બાળકનું ચાઈનીસ દોરીથી ગળુ કપાયું 

વડોદરામાં પતંગની દોરીથી એક યુવકનું મોત થયું છે, શહેરના નંદેસરી ઓવર બ્રિજ પર ગળામાં દોરી ફસાતા યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં દોરીથી ગળુ કપાઈ જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. નંદેસરી ઓવર બ્રિજ પર આ ઘટના બની હતી. 19 વર્ષનો દીપક રબારી નામનો યુવક બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. પરંતુ દોરો તેના ગળામાં એવી રીતે ફરી વળ્યો કે તેનુ ગળુ કપાઈ ગયું હતું. ગળુ કપાઈ જતા રોડ પર લોહીનું ખાબચિયુ ભરાઈ ગયું હતું. પરંતુ પતંગના દોરીએ દીપકનો જીવ લીધો હતો.  તહેવારના દિવસે જ દીપક રબારીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું 

તો બીજી તરફ, આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ગઈકાલે 4 વર્ષીય બાળકનું ગળું કપાયું હતું. ડભાસી ગામના મયંક ચૌહાણ નામના બાળકનું ગળું ચાઈનીસ દોરીમાં કપાયં હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, તે વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે બોરસદની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

અમદાવાદના જુના વાડજમાં યુવકનું ગળું કપાયું

આજે સવારે અમદાવાદના જુના વાડજમાં યુવકનું ગળું કપાવવાની ઘટના બની છે. હાર્દિક સોલંકી નામના 30 વર્ષીય યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં લોહી નીકળવા લાગ્યું હતું. યુવકને સારવાર માટે અસારવા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

 365 ,  3