પાકિસ્તાનના ફાયરિંગમાં એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં કરાયેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારત પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC)  પર પાકિસ્તાની સેનાએ ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયો. જે કે ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. 

પાકિસ્તાને રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં મોર્ટારથી હુમલા કરવાની સાથે ફાયરિંગ કર્યુ હતું. તેમાં એક સિપાહી લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું ત્યારબાદ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન સતત LoC પર સીઝફાયર તોડી રહ્યું છે. તેનાથી સરહદી ગામોમાં રહેનારા હજારો લોકો જોખમમાં જીવી રહ્યા છે. તેમના પશુ, સંપત્તિ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે.

મળતી જાણકારી મુજબ, દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અમર શહીદ લક્ષ્મણ જોધપુરના બિલાડા તાલુકાના ખેજડલા ગામના રહેવાસી હતો. લક્ષ્મણ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના સુંદરબનીમાં તૈનાત હતો. ત્યાંથી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં વળતો જવાબ આપતી વખતે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પાકિસ્તાની ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ સિપાહી લક્ષ્મણને સેનાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બુધવાર રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા.

સરહદ પર સતત નાપાક હરકતો ચાલુ છે અને ભારતીય સેનાને નિશાન બનાવાય છે. ભારતની સેના પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમાં એક જવાન શહીદ થયો છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર