સુરતમાં ધાબા પર પ્રેમી સાથે ઉભી હતી યુવતી, અચાનક માતા-પિતા આવી જતા ત્રીજા માળેથી લગાવી છલાંગ

રાત્રે ધાબા પર પ્રેમી સાથે ઉભી હતી યુવતી, માતા-પિતા જોઈ જતાં ત્રીજા માળેથી કૂદકો માર્યો

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમી સાથે ધાબા પર વાત કરી રહેલી યુવતીએ અચાનક માતા પિતા આવી જતા ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં યુવતી ગંભીર રીતે અજાગ્રસ્ત થઇ છે. હાલ સારવાર હેઠળ છે.

શહેરના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક યુવતી ધાબા પર પોતાના પ્રેમી સાથે ઉભી હતી. પરંતુ અચાનક ત્યાં તેના માતા પિતા આવી જતા તેણે ત્રીજામાળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને શનિવારે રાત્રીના માથા અને ગુપ્તભાગે થયેલી ઈજાની અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. શરૂઆતમાં આ યુવતીને ત્રીજા માળે ધાબા પરથી કોઈએ ધક્કો મારી દેતાં નીચે પટકાઈ હોવાની વાત ચાલી હતી. જો કે પાંડેસરા પોલીસની તપાસ દરમિયાન જૂદી જ હકીકત સામે આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં આ યુવતી તેણીના અંકિત નામના પ્રેમી સાથે ત્રીજા માળે ટેરેસ પર ઉભી હતી. બંનેને માતા-પિતાએ જોઈ લેતાં યુવતી ડરી ગઈ હતી. અને ત્રીજા માળેથી નીચે કૂદી પડી હતી. હાલ યુવતી સિવિલમાં સારવાર હેઠળ છે. વીડિયોગ્રાફી સાથે યુવતીનું નિવેદન પોલીસે લીધું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આ યુવતીએ ગત વર્ષે જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. તેણીનો અંકિત સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે. રાત્રીના પુત્રી સાથે ઉભેલાં અંકિતને તેણીના માતા પકડવા દોડી હતી. ત્યારે અંકિત માતાને ધક્કો મારીને ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર