છોટાઉદેપુર: જમીનનાં વિવાદમાં સગા નાના ભાઈની હત્યા

નસવાડી તાલુકાના છકતર ઉમરવા ગામે દાદાની જમીનના વિવાદમાં સગા નાના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છકતર ઉમરવા ગામે મરણજનાર સગો નાનોભાઈ ભગુભાઈ નોયરાભાઈ રાઠવા ઉંમર ૬૦ વર્ષ રહે. છકતર ઉમરવા નિશાળ ફળિયામ તા.નસવાડી,જિલ્લો. છોટાઉદેપુર તથા તેઓના કુટુંબી ભાઈ આરોપીનાઓ સાથે છેલ્લા એક વર્ષથી તેઓના દાદા જીતુભાઈ રાઠવા ઓની એક એકર જમીન જે વર્ષોથી વહેંચેલ ના હોય અને તેઓની જમીન આરોપી ખેડી ઉપજ લેતો હોય અને ફરિયાદી તથા મરણ જનાર તેમ જ બીજા કુટુંબના માણસોની પોતાના ખેતર તેમજ નદી કોતર જેવા આવવા-જવા માટે દાદાના ભાગની જમીનના વાડામાંથી આવવા જવાનું કરવાનું હોવાથી આરોપી આ વાડામાંથી કોઈને આવવા જવા દેતો નહોતો.

ત્યારે મરણ જનાર તહોદારને જણાવેલ કે દાદાની જમીન છે ભાગ કેમ આવતું નથી દાદાની જમીનના વાડામાંથી જઈએ છીએ તું કેમ અમોને રોકે છે તેમ કહેતાં ઝઘડો એક વર્ષથી ચાલતો હોય અને બીજા કોઈ દાદાની જમીનમાં ભાગ માંગતા નથી તું કેમ ભાગ માંગે છે તેની અદાવત રાખી મરણજનાર પોતાની મોટરસાયકલ લઈ ફરીને ઘરે આવતા રોડ ઉપર તેને આરોપી જોઇ જતાં તેની સાથે ઝઘડો કરવા પાછળ દોડી આવી પોતાના મોટરસાયકલ રોડ ઉપર મૂકીને ઘરેના બારણા પાસે દોડી આવતા તેને છૂટા પથ્થરો મારી માથાના પાછળના ભાગે તથા જમણી આંખની ઉપરના ભાગે કપાળ ઉપર પથ્થરો મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું.

જે બાબતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.બી ભરવાડ દ્વારા હત્યા કરનાર ‌આરોપી સામે ધરપકડ કરવામાં આવી હતી.

(રફીક મકરાણી – પ્રતિનિધિ છોટાઉદેપુર)

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી