‘કિડની અને માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કરું છું…’ કહી યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામના યુવકે કર્યો આપઘાત, મોત પહેલા વીડિયોમાં જણાવી આપવીતી

મહેસાણા જિલ્લાના ચાણસ્માના ગંગેટના યુવકે કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો. મોત પહેલા યુવકે એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં કિડની અને માનસિક તકલીફથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવે છે.

વીડિયોમાં યુવક કહે છે કે, હાય હું જસવતં ઠાકોર મોઢેરા કેનાલમાં પડીને આત્મહત્યા કરી રહ્યો છું. મારો પર્સનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા પરિવાર કે અન્ય કોઇનો વાંક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું… લવ યુ ફ્રેન્ડ્સ… લવ યુ મોમ ડેડ… આ વીડિયો બનાવીને તે કેનાલમાં પડતું મુકે છે. 

હાલ તો આ વીડિયો ખુબ  જવાયરલ થઇ રહ્યો છે. આત્મહત્યા કરનાર યુવક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની આપવિતિ કહ્યા બાદ કેનાલમાં પડતુ મુક્યું હતું. ઘટનાની ખબર પડતા જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે પરિવારને ઘટના અંગે માહિતી મળતા તેમના પર આભ ફાટી પડ્યું હતું

 66 ,  1