સુરતમાં પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, મૃતકને જ બનાવ્યો આરોપી

વીડિયો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં પોલીસની કામગીરી પર સવોલો ઉભા થયા છે. પોલીસ વાનની ટક્કરે બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જેમાં પોલીસે મૃતકને જ આરોપી બનવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાન સાથે ભટકાયેલા બાઈકસવારનું મોત નીપજ્યું હતું. જો કે ઘટના બાદ પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વાન સ્પષ્ટ રીતે રોંગ સાઇડ આવી રહી હોવાનું જોઇ શકાય છે. તેમ છતા પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા સગીરને આરોપી બનાવ્યો હતો. 

મૂળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા કાકીના ઘરે ગયો હતો. જ્યાં તેને અકસ્માત નડ્યો હતો. 

અંકિત ઉમરા પોલીસની વાન સાથે અથડાયો હતો. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, સગીર પુર ઝડપે વાંકીચુંકી રીતે બાઇખ ચલાવીને જઇ રહ્યો હતો. જો કે અચાનક પોલીસ વાન સામેઆવી જતા ગભરાયો હતો. પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી બાઇક સ્લીપ થઇને સીધી પોલીસ વાનમાં આવીને ઘુસી ગઇ હતી. હાલ તો પોલીસે મૃતક યુવાનને જ આરોપી બનાવીને કેસ દાખલ કરી દીધો છે. 

 74 ,  1