સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના નાગડકામાં યુવકની ગોળી મારીને હત્યા

મારામારી દરમિયાન ફાયરિંગ થતાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત

સાયલા તાલુકાના નાગડકામાં યુવકની ગોળી મારીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો.

સાયલા તાલુકાના નાગડકા ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન ફાયરિંગ થતાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકનું નામ સુરેશભાઈ સાદુરભાઈ જેબલિયા (ઉંમર 40) છે. અંગત અદાવતમાં ફાયરિંગ થતાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તપાસ કરનાર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અંદાજે એક થી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.  

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.  અંગત અદાવતમાં ઈસમો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ જાહેરમાં ફાયરિંગના બનાવથી ચકચાર મચી ગઈ છે. ફાયરિંગના પગલે હાલ તમામ સ્થળો અને હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આરોપી હાલ ફાયરિંગ કરી  ફરાર થઈ ગયા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી