સુરત LIVE : ‘આમ આદમી પાર્ટી’ના ઝાડુની કમાલ, ભાજપને હંફાવ્યું, કોંગ્રેસ ત્રીજા નંબરે

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 18 ઉમેદવાર આગળ

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 21મી તારીખના રોજ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે. આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. વલણ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 18 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક પાટીદારોએ આ વખતે કૉંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આપનું ખાતું ખુલવાની શક્યતાના પગલે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.

અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુરજોશમાં થઇ રહી છે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે શરૂઆતના રૂઝાનમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. સાથે ઓવૈસીની પાર્ટી અને આપે પણ ખાતુ ખોલાયુ છે. ત્યારે અત્યારની અપડેટ જોઇ લો.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર