ઈરાએ કર્યું કન્ફર્મ, યસ, મારો એની સાથે અફેર ચાલે છે…

આમિર ખાનની પુત્રી ઈરા ખાન હાલમાં પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. આખરે આમિર ખાનની પુત્રી ઈરા ખાને સ્વીકાર્યું છે કે તે મ્યુઝિશિયન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક સમય પહેલા એવી ચર્ચા હતી કે ઈરા ખાન મિશાલને ડેટ કરી રહી છે. જો કે ઈરા કે મિશાલે આ વાતને કન્ફર્મ નહોતી કરી.

પરંતુ હવે ઈરા ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાત સ્વીકારી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફેને ઈરાને પુછ્યુ હતુ કે તે રિલેશનશિપમાં છે કે નહીં ? આ સવાલના જવાબમાં ઈરાએ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે મિશાલને હગ કરતી દેખાઈ રહી છે. ઈરાએ આ સ્ટોરીમાં મિશાલને ટેગ પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. ઈરા પિતા આમિર સાથે જોવા મળે છે ખરી, પણ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આમિરની ફિલ્મ સ્ક્રીનિંગ પર ઇરા ખાસ નજર આવે છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી