આઓ સાથ મિલકર ચલે મોબાઇલ ચેટીંગ કે સાથ નયે ભારત કી ઓર….!!

ફરીને આવી 26 જાન્યુઆરી..જય હૈ…જય હૈ…જય જય જય જય હૈ…

આઝાદી બાદ 894 દિવસ નેહરૂ સરકાર અંગ્રેજ શાસન પ્રમાણે ચાલી હતી…!

કોણ હતા પ્રથમ રાષ્ટ્રપતિ…? કોણે કરી એમની સોગંદવિધિ..?.

પ્રથમ પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન બનવાનું સૌભાગ્ય કોને મળ્યું…?

75મા વર્ષે હશે-નવી સંસદ…પ્રથમ બુલેટ ટ્રેન અને 30 શહેરોમાં મેટ્રોનો ધમધમાટ…

{ નેટ ડાકિયા- ખાસ અહેવાલ }

વર્ષમાં ગણીએ તો 72 વર્ષ. મહિનામાં ગણીએ તો 864 મહિના અને દિવસમાં ગણીએ તો 26, 280 દિવસ ,15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયું ત્યારે આઝાદ ભારત પાસે પોતાનું કોઇ બંધારણ નહોતું. પ્રજાના શું અને કેવા અધિકારો છે તે પણ નક્કી નહોતું. અને 894 દિવસ બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વતંત્ર ભારતને પોતાનું નવુ બંધારણ મળ્યુ અને ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું.

સ્વતંત્ર ભારતના નાગરિકોને 26મીએ આઝાદ ભારતમાં રહેવાના, જિવવાના, એકતા. સમાનતા, અભિવ્યક્તિના, સહિત અનેક એવા બંધારણિય અધિકારો મળ્યા જે દુનિયાના એ તમામ સ્વતંત્ર અને લોકશાહીને વરેલા દેશોના નાગરિકોને તે વખતે મળ્યા હતા. આઝાદી બાદ 894 દિવસ સુધી ભારતની નવી અને પ્રથમ સરકારે અંગ્રેજોએ બનાવેલા કાયદા અને વહીવટીતંત્ર અનુસાર દેશ ચલાવ્યો હતો… સમગ્ર દેશ આતુર હતો પોતાના બંધારણ માટે અને આખરે બંધારણ સભાએ ડો. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલું ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશને સમર્પિત કરતાં આઝાદ ભારત ખરા અર્થમાં લોકોનુ, લોકો માટે, લોકોથી ચાલતુ પ્રજાસત્તાક દેશ બન્યું.

26 જાન્યુઆરી 1950ના રોજ તે વખતના ગવર્નર હાઉસ, આજના રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસના પ્રથમ મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો અને અન્ય 500 મુખ્ય મહેમાનોની હાજરીમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડો. રાજેન્દ્રપ્રસાદને સુપ્રિમકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ હિરાલાલ કાનિયાએ શપથ લેવડાવ્યાં હતા. અને તેમણે ભારતને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો.

કેવુ નવાઇ ભરેલુ લાગે કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ જ્યારે ભારતને બ્રિટીશ શાસનથી આઝાદી મળી, ત્યારે આપણા દેશનું પોતાનું બંધારણ નહોતું….,પો તાનું બંધારણ ન હોવાને કારણે, આપણે બ્રિટીશ શાસિત નીતિઓ અનુસાર આપણી વહીવટી અને ન્યાયિક પ્રણાલી ચાલુ રાખી….અને વહીવટી દ્રષ્ટિએ, આપણે 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વતંત્ર થયા. આ કારણોસર 26 જાન્યુઆરી 1950 એ ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

આપણાં સામાન્ય જ્ઞાનમાં ઉમેરો થાય અને કદાજ કૌન બનેગા કરોડપતિમાં જવાની કોઇને તક મળે તો તેમાં પૂછાતા સવાલોમાં આ બાબતની માહિતીમાંથી સવાલો પણ હોઇ શકે. જેમ કે આ દિવસે ભારતના છેલ્લા ગવર્નર જનરલ, ચક્રવર્તી રાજગોપાલાચારીએ ભારતને પ્રજાસત્તાક તરીકે જાહેર કર્યું હતું. આ દિવસ ભારત માટે ઐતિહાસિક છે કારણ કે, આ દિવસે, આપણા દેશને પ્રથમ વખત એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસને ત્યારથી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી, 1950 ના રોજ, અપણને ભારતનું બંધારણ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ મળ્યાં, હકીકતમાં, તે જ દિવસે, આપણે બ્રિટિશરોથી પણ આઝાદી મેળવી…!

26મીએ .ભારતીય ત્રિરંગો લાલ કિલ્લાને બદલે રાજપથ પર લહેરાવવામાં આવે છે. અને સૈન્યની પરેડ અને 21 તોપની સલામી પણ આપવામાં આવે છે. ત્રણેય સશસ્ત્ર દળોએ પ્રથમ પરેડમાં ભાગ લીધો ત્યારથી, આ દિવસે સતત, ભારતીય સેનાની ત્રણ પાંખના જવાનો નવી નવી યુક્તિઓ- કરતબ બતાવીને તેમની કાર્યક્ષમતા પૂરવાર કરે છે. રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરીને તે જ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી.

પ્રજાસત્તાક દિન પર મુખ્ય અતિથિને બોલાવવાની પરંપરા પણ 26 જાન્યુ. 1950ના ના દિવસથી શરૂ થઈ. આઝાદ ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન બનવાનું સૌભાગ્ય ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ને મળ્યું. 1950 માં સુકર્ણો પ્રથમ મુખ્ય મહેમાન તરીકે આવ્યા પછી 2012 માં થાઇલેન્ડની પ્રથમ મહિલા વડા પ્રધાન યિંગલુક શિનાવાત્રામાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

પ્રજાસત્તાક દિની પરેડ 26 જાન્યુઆરી 1955 ના રોજ પ્રથમવાર રાજપથ પરથી પસાર થઈ હતી. ત્યારથી, પરેડ રાજપથમાંથી પસાર થતી આવી છે..26મીની પરેડ રાયસીના હિલથી શરૂ થાય છે અને રાજપથ, ઇન્ડિયા ગેટથી લાલ કિલા સુધી જાય છે, તેનો માર્ગ 8 કિ.મી.નો છે. સુવિધાઓમાં વધારાને કારણે હવે રાષ્ટ્રપતિ પરેડના સ્થળે આલિશાન કાળારંગની કારમાં બેસીને આવે છે.

પ્રથમ પરેડમાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ઘોડાબગી કોચમાં બેસીને પરેડના સ્થળે આવ્યાં હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી વડા પ્રધાન દ્વારા અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને શરૂ કરવાની પરંપરા રહેલી છે. ત્યારબાદ શહીદોની સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે.વિવિધ રાજ્યોની પરંપરા, સંસ્કૃતિ, વિકાસના મોડેલ સહિતના ટેબ્લો પરેડમાં લોકોનું મન મોહી લેતા હોય છે.

જો કે આ વર્ષે કોરોના મહામારી અને સુરક્ષાના કારણોસર પરેડની લંબાઇમાં ઘટાડો કરી દેવાયો છે. મુખ્ય મહેમાન તરીકે બ્રિટીશ વડાપ્રધાન બોરિસ નક્કી હતા પણ બ્રિટનમાં કોરોના નવા સ્ટ્રેનના કેસો વકરતાં તેઓ આવવાના નથી. આ વખતની ગણતંત્ર પરેડમાં કોઇ વિદેશી રાષ્ટ્રના વડા મુખ્ય મહેમાન તરીકે હાજર નહીં હોય. બીજી તરફ દિલ્હી પોલીસને 26મીએ કિસાનોની ટ્રેક્ટર રેલીની પણ ચિંતા છે.

આ દિવસે, સેનાના વીર નાયકોને અશોક ચક્ર, કીર્તિ ચક્ર, પરમવીર ચક્ર, વીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે બહાદૂર 24 બાળકો, જેની ઉંમર 16 વર્ષથી ઓછી છે, તેમને ગીતા ચોપડા પુરસ્કારથી થી નવાજવામાં આવે છે. અને તેમને ગજરાત પર બેસાડીને લાવવામાં આવે છે. પરંતુ આ વખતે આ કાર્યક્રમ પણ રદ્દ કરાયો છે.

26મીની પરેડ સમગ્ર ભારતમાં રંગીન તહેવારોની ઉજવણી સાથે કરવામાં આવે છે. દરેક રાજ્યના રાજ્યપાલો ત્રિરંગો લહેરાવે છે અને પરેડની સલામી લે છે આ રાષ્ટ્રીય તહેવાર 3 દિવસ સુધી ચાલે છે .26 જાન્યુઆરી પછી, 27 જાન્યુઆરીએ એન.સી.સી. કેડેટ્સ ઘણા કાર્યક્રમો પ્રદાન કરે છે. છેલ્લો દિવસ 28 જાન્યુઆરીએ વિજય ચોકમાં બીટ રીટ્રીટ સમારોહ છે, જેમાં સૂરીલા બેન્ડ પણ શામેલ હોય છે, પ્રજાસત્તાક દિનની આટલી વિશાળ ઉજવણી ફક્ત ભારતમાં જોવા મળે છે….

72 વર્ષમાં પ્રજાસત્તાક ભારત ક્યાં પહોંચ્યું તેના લેખા અને જોખાં કરીએ તો…..બુરા ન માનો છબ્બીસ જનવરી હૈ….

72 વર્ષ પછી પણ પ્રજાસત્તાક ભારત ગરીબ છે..

72 વર્ષ પછી પણ હજુ ગામડાઓ પ્રાથમિક સુવિધાથી વંચિત છે..

72 વર્ષ પછી પણ બે રાજ્યોની વચ્ચે સીમા વિવાદનો અંત નથી…

72 વર્ષ પછી પણ ભારતમાં હજુ નલ સે જલ.. યોજના બની રહી છે..

72 વર્ષ પછી પણ દલિતો સાથે અન્યાયની ઘટનાઓ અખબારના પાને ચમકે છે…

72 વર્ષ પછી પણ ભ્રષ્ટાચાર ચમકે છે અને હવે તો એક કરોડની લાંચ લેતા પકડાય છે…

72 વર્ષ પછી પણ ભારતમાં હજુ એક પણ ઓલ્મ્પિક રમતોત્સવ યોજાયો નથી…,

72 વર્ષ પછી હજુ પણ ભારતને યુનોની કાઉન્સિલમાં ચીનની જેમ વીટો પાવરની સીટ નથી,

72વર્ષ પછી પણ દેશના રાજ્યોની વચ્ચે નદીઓના પાણીના વપરાશ મુદ્દે એકમત નથી…

72 વર્ષ પછી પણ વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓ માટે33 ટકા અનામતનો અમલ નથી…

75 વર્ષ પૂરા થશે ત્યારે…..

30 શહેરોમાં ધમ ધમા ધમ…મેટ્રો દોડી રહી હશે…

નવી દિલ્હીમાં દેશને નવું સંસદ ભવન મળ્યું હશે…

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન સરરરર દોડી રહી હશે..

અયોધ્યામાં શ્રી રામમંદિર ઝગમગ ઝગમગ ઝળહળી રહ્યું હશે..જય શ્રીરામ..

આઓ સાથ મિલકર ચલે વોટ્સએપ ચેટીંગ કે સાથ, એક કદમ…નયે ભારત કી ઓર….!!

 56 ,  1