AAP : સુરત મનપામાં 27, ગાંધીનગર મનપામાં 1

ગાંધીનગર મનપામાં કોંગ્રેસ પણ કાઈ ખાસ ઉકાળી શકી નથી…

સુરત મનપાની ચૂંટણીમાં એક સાથે 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીને ગાંઘીનગર મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા તે મુજબ અત્યાર સુધી માત્ર એક બેઠક મળી શકી છે જ્યારે કોગ્રેસને માત્ર એક બેઠક સાથે ખાતુ ખોલાવ્યુ છે પરિણામે આપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટી ઉંઘા માથે પછડાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. ગાંઘીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી વર્તમાન સમય સુધી 30થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર મહાનગર પાલિકા સહિત રાજ્યની 31 જિ.પં., 81 ન.પા. અને 231 તા.પંના ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકા બાદ અન્ય પાલિકાઓમાં પણ ભાજપ આગળ છે. જો કે, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢમાં કોંગ્રેસે ફરી એકવખત ગાબડું પાડ્યું છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી