September 25, 2022
September 25, 2022

AAPના ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની સજા, 10 હજાર રૂપિયાનો દંડ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની જેલની સજા થઈ છે. દિલ્હીની ખાસ સાંસદ/ ધારાસભ્ય કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ સજા સંભળાવવામાં આવી. મનોજકુમાર પૂર્વ દિલ્હીના કોંડલી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. કોર્ટે ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે 4 જૂનના રોજ સુનાવણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાખવાના મામલે મનોજકુમારને દોષિત જાહેર કર્યા હતાં. આ મામલો વર્ષ 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કલ્યાણપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી