હાથરસ : AAP સાંસદ સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી, કહ્યું – દરિંદોની સાથે છે યોગી સરકાર : Video

દરિંદોનો સાથ આપી રહી છે યોગી સરકાર, ન્યાયની કોઇ ઉમ્મીદ નહીં : સંજય સિંહ

હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા ગયેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ઉપર શાહી ફેંકવામાં આવી છે. શાહી ફેંકનાર આરોપી દીપક શર્માની અટકાયત કરવામાં આવી છે. સંજય સિંહ પોતાની પાર્ટીના પ્રતિનિધિ નંડળ સાથે હાથરસ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી દીપક હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું જણાયું છે.

ઘટના બાદ સંજય સિંહે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું હતું અપરાધિયોની સાથે ઉભી છે યોગી સરકાર, દરિંદોનો આપી રહી સાથે, ન્યાયની કોઇ ઉમ્મીદ નથી.

ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે સાંસદ જ્યારે ગામની બહાર મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે, તે દરમિયાન જ કાળો શર્ટ પહેરીને આવેલા એક શખ્સ સાંસદ ઉપર કાળી શાહી ફેંકે છે. આરોપીએ શાહી ફેંક્યા બાદ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. સંજય સિંહ અને રાખી બિડલાન 5 લોકોના પ્રતિનિધિમંડળ સાથે પીડિતના પરિવારને મળવા આજે હાથરસ પહોંચ્યા હતા.

શનિવારથી હાથરસમાં પીડિતના પરિવારના મળવા માટે સૌપ્રથમ મીડિયાને પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકીય પક્ષોના મંડળને મળવા જવા મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા સહિત પાંચ નેતાઓ શનિવારે પીડિતાના પરિવારને મળ્યા હતા.

રવિવારે સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિસ્ય, અખિલ ભારતીય કિસાન સભા, અખિલ ભારતીય કૃષિ મજૂર સંઘ અને અખિલ ભારતીય લોકતાંત્રિક સંઘના પ્રતિનિધિમંડળ પહોંચ્યા હતા.

ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંજય સિંહે મુલાકાત બાદ કહ્યુ કે, પરિવારજનો ડરેલા છે, ગામને છાવણી બનાવી દેવામાં આવ્યું છે. સાથે તેમણે સીબીઆઈ તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 

સંજય સિંહ જ્યારે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ બહાર નિકળ્યા તો તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. તો આપ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. 

 65 ,  2