તરછોડાયેલા શિવાંશની માતા હીનાની તેના જ પ્રેમી સચિને કરી હત્યા

હત્યા બાદ શિવાંશને રઝળતો મુકી સચિન કોટા ભાગી ગયો હતો

ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સચિને હત્યા કર્યા બાદ લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી. 

પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, સચિન અને હીના 2019થી લાંબા સમયથી બંન્ને લિવઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હિનાની હત્યા કર્યા બાદ શિવાંશને ગૌશાળા મુકીને રૂટીન કાર્યક્રમ અનુસાર કોટા ફરાર થઇ ગયા હતા. 

હિના અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં બરોડામાં બદલી થતા તે બરોડા રહેવા ગયા હતા. બરોડાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેતા હતા.

પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી બરોડામાં હિનાની સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતાપિતા અને પત્નીની સાથે રહેવા આવતો હતો.

આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, સચિન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો તેથી હીના ઉર્ફે મહેંદી ગુસ્સે થઈ ગઈ હતી. આ મુદ્દે તહીનાએ સચિનને કહ્યું હતું કે, તુ વતન ના જઈશ અને મારી સાથે જ રહે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ગુસ્સામાં આવેલા સચિને હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી હતી. સચિને હીનાની ગળું દબાવીને હત્યા કરી હતી પણ લાશનો નિકાલ નહોતો કર્યો. સચિને લાશ સૂટકેસમાં રાખી હતી. 

 104 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી