…જ્યારે પાકિસ્તાનના લશ્કરી વડાનો પરસેવો છૂટી ગયો હતો અને થરથર ધ્રુજી રહ્યા હતા, જોણો કેમ

‘એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારત અને વડાપ્રધાન મોદીનો ડર, થરથર કાંપી રહ્યા છે…’

પાકિસ્તાનમાં ફરી એકવાર ભારત અને મોદી સરકારનો ખોફ જોવા મળ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ખુલાસો કરતા કહ્યું છે કે ભારતના ડરને કારણે ફ્લાઇટ પાઇલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને છોડી મુક્યા હતા.

પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ભારતનો ભય જાહેર કરતાં કહ્યું છે કે ગયા વર્ષે ભારતના ડરને કારણે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મુકત કરવામાં આવ્યા હતા. ભારતને ખુશ કરવા માટે અભિનંદન છોડ્યા હતા.

પાકિસ્તાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, અયાઝ સાદિકે કહ્યું, ‘તે સમયે પાકિસ્તાનને ડર હતો કે ભારત તેના પર હુમલો કરશે. તે સમયે પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પગ ધ્રૂજતા હતા અને ભારતના હુમલાની સંભાવનાને જોતા માથા પર પરસેવો વહી રહ્યો હતો. બાજવાને સતત હુમલાનો ડર સતાવી રહ્યો હતો.

આ મામલામાં હવે બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરતાં રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, રાહુલજી તમે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા હતા ને? જરા જુઓ મોદીજીનો શું ડર છે પાકિસ્તાનમાં. સરદાર અયાજ સાદિક બોલી રહ્યા છે કે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં પાકના ચીફ ઓફ આર્મી સ્ટાફના પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો હતો, ક્યાંક ભારત હુમલો ન કરી દે. સમજ્યા?

પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર પાકિસ્તાન આર્મી એન ત્યાંની સરકાર ભલે હંમેશા સવાલ ઊભા કરતી રહી હોય પરંતુ પાકિસ્તાનની સસંદમાં આ વાતને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારત અને મોદી સરકારને લઈ કેવા પ્રકારનો ડરનો માહોલ હતો તેની જાણકારી પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફએ આપી છે.

પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, મને યાદ છે મહમૂદ શાહ કુરૈશી એ બેઠકમાં હાજર હતા, જેમાં ઈમરાન ખાને આવવાનો ઇન્કાર કરી દીધો હતો. કુરૈશીના પગ ધ્રૂજી રહ્યા હતા, માથા પર પરસેવો હતો. મને કુરૈશીએ કહ્યું કે, આને (અભિનંદન વર્ધમાનને) હવે પરત મોકલી દો, કારણ કે 9 વાગ્યે રાત્રે હિન્દુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાનની સંસદમાં આ ખુલાસો કરતાં કહ્યું કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાને મુક્ત કર્યા હતા. આસિફે કહ્યું કે પાકિસ્તાન સરકારમાં ભારતને લઈ એ પ્રકારનો ડર ઊભો થયો હતો કે તેઓએ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા અને હિન્દુસ્તાનની સામે ઘૂંટણીએ પડી ગઈ. તેઓએ કહ્યું કે ભારતને ખુશ કરવા માટે અભિનંદન વર્ધમાને છોડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરી 2019મા પાકિસ્તાને હુમલા માટે પોતાના ફાઇટર જેટ ભારતમાં મોકલ્યા હતા. તેનો જવાબ આપવા માટે ભારતીયા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન એ મિગ-21માં ઉડાન ભરી હતી. આ દરમ્યાન અભિનંદનનું વિમાન ક્રેશ થઇ ગયું અને પીઓકેમાં જઇને પડયું. જ્યાં તેમને પાકિસ્તાનની સેનાએ પકડી લીધો હતો. જો કે ત્યારબાદ પાકિસ્તાન પર ખૂબ દબાણ બનાવ્યું. ત્યારબાદ અભિનંદનને અટારી-વાઘા બોર્ડરથી ભારત પાછા મોકલાયા હતા.

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર