પોતાની દિલેરીથી પાકિસ્તાનને ધૂળ ચટાડનાર વાયુસેનાના પંજાબ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાના સ્કવાડ્રનમાં પરત ફર્યા છે. થોડાક દિવસો પહેલા પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવેલ અને બે દિવસ બાદ ભારતને પરત સોંપવામાં આવેલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શ્રીનગરમાં પોતાના સ્ક્વાડ્રનમાં પરત ફર્યા છે.
જોકે, તે ચાર સપ્તાહ માટે સીક લીવ પર હતા. અભિનંદન તેમના માતા-પિતા સાથે સમય પસાર કરવા માટે ચેન્નાઈ ખાતેના પોતાના ઘરે પણ જઈ શકે એમ હતા. જોકે, તેમણે શ્રીનગર ખાતેની પોતાની સ્કવાડ્રનમાં રોકાવાનું પસંદ કર્યું છે.
સ્વાસ્થ્યના આધારે ચાર સપ્તાહની રજા પુરી થયા બાદ સેનાનું મેડિકલ બોર્ડ ફરીથી અભિનંદનનો સંપૂર્ણ ચેકઅપ કરશે. ત્યાર બાદ સમીક્ષા કરવામાં આવશે, જેથી વાયુસેનાના ટોચના અધિકારીઓ એ નક્કી કરી શકે કે તે ફરીથી યુદ્ધ વિમાન ઉડાવી શકશે કે નહીં.
145 , 3