‘અબકી બાર મોદી સરકાર’, પાંચ હજાર NRI પણ જોડાયા

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરો પોતાની રીતે મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે વિદેશથી 5 હજાર જેટલા બિન નિવાસી ભારતીયો પણ ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની જુંબેશમાં જોડવા સ્વદેશ આવ્યા છે.

ગુજરાતની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં NRI ભાગ લેતા હોય છે. મુખ્યત્વે ભાજપનો પ્રચાર કરવા માટે જ તેઓ ભારત આવે છે. વિદેશમાં પણ તાજેતરમાં ત્યાના ભારતીયોએ મોદીના પ્રચાર માટે કાર રેલીનું આયોજન કર્યું હતું. ગુજરાત આવેલા આ NRI અત્રે વસતા તેમના સગા-સબંધીઓ, મિત્ર વર્તુળ વગેરેનો સંપર્ક કરીને ભાજપને મત આપવા જણાવે છે.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી