મોરબીમાંથી અધધ 2.73 કરોડના નકલી રેમડેસિવિર ઈન્જેક્શન પકડાયા

બનાવટી રેમડેસિવિર મામલે મોટો ખુલાસો, આટલા લોકો ઢગલાબંદઇન્જેક્શન ખરીદા

કોરોના મહામારી વચ્ચે પણ કૌભાંડિયા તત્વો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી કમાઈ લેવા માટે નકલી રેમડેસિવર ઈન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોવાનું જબરદસ્ત રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી લઇ અમદાવાદ અને સુરત સુધી તપાસનો દૌર લંબાવ્યો છે. મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપી લઈ અંદાજે એકાદ કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

નકલી રેમડેસિવર ઈન્જેક્શન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીનો રાહુલ અશ્વિનભાઇ કોટેચા,(રહે. ધુનડા રોડ) અને વિરાજ ઉર્ફે રાજ મનોજમાઇ હીરાણી, (રહે.નવલખીરોડ,સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી) નામના શખ્સો ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન વેંચતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને શખ્સોને 41 નંગ રેમડેસિવિર ઈન્જેક્શન અને રોકડા રૂપિયા 2.15 લાખ સાથે ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી.

આ નકલી ઇન્જેક્શન તે અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસભાઇ પટણી (રહે. અમદાવાદ) અને રમીઝમાઇ સૈયદહોન કાદરી (રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી) નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવર ઈન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37 લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા તે સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે, કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા. જેને મોરબી અને અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી પાંચ હજાર કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર