September 20, 2021
September 20, 2021

જમ્મુ-કાશ્મીરમાં અત્યારે લગભગ 200 જેટલા આતંકી સક્રિય…

પાકિસ્તાનના ઈશારાની રાહ જોઈ રહ્યા હોવાની સુરક્ષા એજન્સીએ આપી ચેતવણી

કશ્મીરમાંથી જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાન આ મામલે સતત તેનો વિરોધ કરી રહ્યું છે અને આઝાદ કશ્મીરની વાત કરી રહ્યું છે. કશ્મીરમાં વારંવાર આતંકી પ્રવૃત્તિઓ દ્વારા તે પોતાના મનસૂબા જાહેર કરે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાનની એજન્સી ISI એક વાર ફરી સક્રિય છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાની આતંકવાદીઓની નજર હવે કાશ્મીર પર છે. જેને લઈને ભારતીય ખાનગી એજન્સીએ એલર્ટ પણ જાહેર કર્યુ છે.

આ અંગે મળી રહેલી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં અત્યારે લગભગ 200 જેટલા આતંકી સક્રિય છે. જેમાં વિદેશી આતંકી પણ સામેલ છે. તેઓ આતંકી હુમલા માટે ISIના ઈશારાની રાહ જોઈ રહ્યા છે. આ એલર્ટ બાદ સરહદના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર નજર રાખી શકે છે. જે માટે આક્રમક રણનીતિ પર પણ કામ કરી શકે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પહેલા જ ISI લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાના પ્રયાસ કરી ચૂક્યા છે. છેલ્લા 2 મહિનામાં આ પ્રકારની ગતિવિધિઓ સક્રિય હોવાના સતત સંકેત મળ્યા છે. જોકે ભારતીય સેનાએ દરેક મોર્ચે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમ છતાં હજી સતર્કતા જાળવી રાખવાની જરૂર છે.

જમ્મુ-કશ્મીરમાં સેના વધારાઈ

ISIના આ નાપાક મનસૂબાને નાકામ કરવા માટે ભારતીય સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થાને વધારી દીધી છે. પાકિસ્તાનથી લાગેલી સરહદ પર સર્વિલન્સ અને જવાનોની સંખ્યા સતત વધારાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગામમાં ઘૂસણખોરી કરનારા વિદેશી આતંકવાદીઓને પનાહ આપવામાં આવે નહીં, આ માટે જમ્મુ કાશ્મીર પોલીસ સતત તેમના પનાહગારોની ઓળખમાં લાગેલી છે.

જોકે ખીણમાં કેટલાક લોકો એવા છે જે વિદેશી આતંકવાદીઓને ન માત્ર પનાહ આપે છે પરંતુ તેમના મનસૂબાને સફળ બનાવવામાં પણ સ્થાનિક સ્તરે તેમની મદદ કરે છે. એવામાં સેનાના જવાન આવા લોકોની ઓળખ કરવામાં લાગેલા છે. જેથી આ નેટવર્કને ખતમ કરી શકાય. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આતંકવાદીઓને પનાહ આપનારા લગભગ 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 18 ,  1