ABVPની રેલીમાં નિયમોનો ઉલાળ્યો, રાજકોટ પોલીસનું મૌન

Video : નેતાઓએ રાજકોટની રેલીમાં રોંગ સાઈડ હંકારી કાર

રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓએ કાયદાને રોડ પર રેસ કરાવી હતી. વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં સરેઆમ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ રોંગ સાઈડમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કાર હંકારી હતી. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ચક્કાજામ કર્યો હતો. ABVPના કાર્યકર્તાઓની મનમાનીથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.

રાજકોટમાં ABVP ની રેલીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ રેલીમાં સરેઆમ ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા જોવા મળ્યાં. એબીવીપીની રેલી નીકળી હતી ત્યારે વિદ્યાર્થી નેતાઓની જીપ યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી રોંગ સાઈડમાં બેફામ રીતે હંકારી હતી. જેને કારણે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઉભી રાખીને  ટ્રાફિક જામ પણ કરાવ્યો હતો. 

ઘણીવાર જોવા મળતું હોય છે કે કોઈ પક્ષ કે પાર્ટી દ્વારા નિયમોનો ભંગ થતો હોય અને તંત્ર સામે જોઈ રહ્યું હોય. તો કાયદો પણ આવા કેસમાં મૂંગા મોઢે દ્રશ્યો નિહાળે આવું પણ બને છે. ત્યારે આવા જ દ્રશ્યો રાજકોટમાં પણ સર્જાયા છે. અહીનો વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી