ACBની સૌથી મોટી ટ્રેપ : ક્લાસ-2 અધિકારી પાસેથી મળી આવ્યા રોકડા સવા બે કરોડ રૂપિયા

શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા અધિકારી વિરૂદ્ધ ACBની કાર્યવાહી

રૃ. 1.21 લાખ લેતાં રંગેહાથ હાથ ઝડપાયા હતા

સરકારી અમલદારોને પોતાના પગાર કરતા વધારે ઉપરની મલાઈ ખાવાની આદત પડી ગઈ છે. રાજ્યમાં રોજ કોઈની કોઈ જગ્યાએ અધિકારીઓ લોકો પાસે લાંચ લેતા રંગેહાથ પકડાય છે. ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ – 2 ના અધિકારી નિપૂણ ચંદ્રવદન ચોક્સી 1 લાખ 21 હજાર જેટલી મોટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી અધિકારીના ઘરેથી 2 કરોડ 27 લાખથી વધુ રકમ મળી આવી હતી. સાથે 10 લાખના દાગિના પણ મળી આવ્યા છે.

ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં ફરજ બજાવતા નિપૂણ ચંદ્રવદન ચોકસીએ ફરિયાદી પાસે કોન્ટ્રાક્ટનું વળતર ચૂકવવા માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થયું હતું. જેના માટે તેમને વળતર ચૂકવવા માટે આરોપીએ ૧.૨૫% લેખે લાંચની માંગણી કરી હતી. કેટલીક રકજક બાદ ૧% લેખે ૧,૨૧,૦૦૦ ની લાંચ માંગી હતી.

ફરિયાદીને લાંચ ન આપવી હોવાના કારણે તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર આર. જી. ચૌધરીએ એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમાના માર્ગદર્શન મુજબ નિપૂણ ચંદ્રવદન ચોકસીને ટ્રેપ ગોઠવી ધરપકડ કરી હતી. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નિપૂણ ચોકસીના ઘેર સર્ચ દરમિયાન 4,12,000 ની રકમ મળી છે. ગાંધીનગર કો-ઓપરેટિવ બેન્કમાંથી 74,50,000 ની રકમ તેમના લોકરમાંથી મળી આવી છે. અન્ય બેન્ક એકાઉન્ટમાં ચેક કરતા 1 કરોડ જેટલી રકમ મળી હતી. કુલ સવા 2 કરોડની રકમનો મોટી ટ્રેપ કરવામાં આવી છે. કેનેરા બેંકમાં સોનાની જડતી લેવામાં આવી છે, જેની કિંમત સવા 2 લાખ જેટલી થવા પામી છે. ACBએ ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રૂપિયા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ એશીબીએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી પાસેથી 1 કરોડ જેટલી તેમજ શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેકટર બોઈલર પાસેથી 37 લાખ જેટલી રકમ ઝડપી પાડી છે જેથી આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેપ છે જેમાં એસીબીને 2,27,25,000 જેટલી રકમ કબ્જે કરવામાં સફળતા મેળવી છે.

 459 ,  3