કલોલના નિવૃત નાયબ મામલતદાર સામે ACBએ નોંધ્યો 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ

ગુજરાતના ACBના ઇતિહાસનો સૌથી મોટો કેસ, પરિવારજનોના નામે મિલકત વસાવી

ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલ નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.

ACBની તપાસમાં 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં 30 બેંક એકાઉંટ, 4 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન, 3 ફ્લેટ , 2 બંગલા , 11 દુકાનો , એક ઓફિસ, 2 પ્લોટ , 11 લક્ઝુરિયસ ગાડીઓ સહિતની રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું છે. અંદાજીત ૩ કરોડ રૂપિયાની તો માત્ર 11 લક્ઝુરિસ કાર મળી આવી છે.

મામલતદાર સામે 25 લાખની લાંચનો કેસ, આણંદના ASI સામે 50 લાખની લાંચનો કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ ACBએ કર્યો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળતાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા તમામ વસ્તુ ચકાસી માહિતી મેળવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતાં 122.39 ટકાથી વધારે એટલે કે રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે.

નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે. 18 જેટલા સર્વે નંબર છે. 2 પ્લોટ, 3 ફ્લેટ, 2 બંગલો, 11 દુકાન, રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. ચેહર અને જય રણછોડ શોપ છે. 11 લક્ઝુરિયસ કાર છે, જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ કાર છે. ટોટલ એમના અને એમના પરિવારના મળીને 30 જેટલા બેન્ક એકાઉન્ટ છે. કારની 3 કરોડ જેટલી. 4 કરોડ જેટલા નાણા બેંકમાં ટ્રાન્સફર કર્યા હશે.

નોધનિય છે કે, ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત ACBમાં કરાઇ છે. વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે, 53 આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા.

 71 ,  1