મોરબી-રાજકોટ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણને ગંભીર ઇજા

ટંકારાના મિતાણા નજીક મોરબી- રાજકોટ હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ યુવાનોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતા જ કારમાં સવાર યુવાનોએ ચીસો પાડતાં આજુબાજુના લોકો ત્યાં આવીં ગયા હતા. આ યુવાનોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે બસ સ્ટેન્ડ નજીક સાંજે ચાર વાગ્યે રાજકોટ તરફથી આવતી કાર અને મોરબી તરફથી આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમા સવાર 3 યુવાનોને ગંભીર ઇજા થઇ હતી. કારનો કાટમાળ ખસેડવા માટે જેસીબીની અને ક્રેનની પણ મદદ લેવી પડી હતી.

બાદમાં ત્રણેય યુવાનોના નામ નિમેશભાઈ વાઘજીભાઈ અમૃતિયા, બીપીનભાઈ ભાડજા અને નૈમિશભાઈ વિજયભાઈ ટંકારિયા હોવાનું તેમજ એક યુવાન નેસડા અને બીજો જેતપર ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

થોડી વાર માટે કારમા ફસાઈ ગયેલા યુવાને બુમાબુમ કરી હતી ત્યારે ગામ લોકો ચિસો સાંભળીને દોડી આવ્યા હતા અને કારમાથી તેઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કારનો કાટમાળ ખસેડવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી