ઇડર : કડીયાદરા પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણના મોત

અકસ્માતમાં બે બાળકો સહિત રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત

ઈડરના કડીયાદરા નજીક ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિજયનગરના પોળો તરફથી ઇડર તરફ આવતી રીક્ષાને અકસ્માત હતો. આ અકસ્માતમાં બે બાળકો અને રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. રિક્ષામાં સવાર સાત લોકો ઇજાગ્રસ્ત થતા ઇડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

અકસ્માત એટલો ભયંકર હતો કે, આખી રીક્ષા પડીકું વળી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી