મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત

 દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત

મહેસાણામાં વિસનગર નગર દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.  માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. 

મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં એક કારનું ટાયર ફાટતા સામે આવતી કાર સામે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.. ઉલ્લેખનીય છે કે બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક કારમાં સવાર દીકરીના માતા અને ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જેને લઈને પરીવારમાં શોક વ્યાપ્યો છે.

આ ઉપરાંત આજે ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધાણેટી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ડમ્પર ટકરાતા બંને વાહનોના આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનાના બંને વાહન ચાલકો દાઝી જતાં તેમના મૃત્યુ થયા છે. જો કે રોડ પર જ આગ લાગતા ખાનગી ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો . જ્યારે આ દુર્ઘટનાને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી