રાજસ્થાનમાં અકસ્માત, ડીસાના જીવદયાપ્રેમી સહિત ત્રણના મોત

ડીસાના જીવદયાપ્રેમી સહિત ત્રણના અકસ્માતમાં મોત, સમગ્ર જિલ્લામાં માતમ

રાજસ્થાનના ઝાલોર નજીક ગુજરાતના ડીસાના ત્રણ આગેવાનોને એક રોડ અકસ્માત નડ્યો છે, જેમાં જીવદયા પ્રેમ ભરત કોઠારીનું અકસ્માતમાં મોત થયા છે, તેમની સાથે અન્ય બે લોકો પણ મોતને ભેટ્યા છે. હાલ જૈન અગ્રણીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે.

ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લામાં માતમ છવાયો છે. રાજસ્થાનના ઝાલોર પાસે અકસ્માત થતાં ભરત કોઠારી તેમજ રાકેશ જૈન અને વિમલ જૈનનું પણ મોત નીપજ્યા છે. જહાજપુર જૈન મંદિરે દર્શને જતી વખતે ઝાલોર પાસે અકસ્માત નડ્યો હતો.

ઝાલોર પાસે પજેરો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણના મોત થયા છે, જ્યારે કારમાં સવાર 4ને ઇજા થઈ છે. ભરત કોઠારીના નિધનથી સમગ્ર જિલ્લામાં માતમ છવાયો છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર