પ્રાંતિજના રસુલપુર પાટીયા પાસે અકસ્માત, બાઇક ચાલકનું મોત

મહિલા ડીવાયએસની માનવતા જોવા મળી પોતાનો દુપટ્ટો મૃતક માટે આપી દીધો

રાજ્યમાં બેફામ વાહનો હંકારવાના પગલે હીટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવમાં સતત વધી રહ્યા છે. ત્યારે વઘુ એક સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રસુલપુર પાટીયા નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનુ ઘટનાસ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી.

હિંમતનગર -અમદાવાદ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ પ્રાંતિજના રસુલપુર પાસે આવેલ યોગી હોટલ પાસે સાંજના ૭ કલાકે પોતાનુ બાઇક લઇને પલ્લાચરના ઇસમ પોતાના ધર તરફ જઈ રહ્યા હતા તે સમયે કોઇ અજાણ્યો વાહન ચાલક પૂર ઝડપે હંકારી લાવી બાઇક ઉપર જઇ રહેલ ઈસમને પાછળથી ટક્કર મારી બાઇક સાથે ઘસડી જઇ બાઇક ઉપર જઇ રહેલ પલ્લાચરના હસમુખભાઇ ઓડને શરીરે જીવલેણ ઈજાઓ પોહચાતા તથા માથાના ભાગે તથા પગે ઈજાઓ પોહચાડી સ્થળ ઉપર મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનુ વાહન લઇ ને ભાગી ગયો હતો તો રોડ ઉપર થી પ્રસાર થતા લોકોને અકસ્માતની જાણ થતા લોકો ઉભા રહી ગયા હતા તો તે સમય દરમ્યાન મહિલા જિલ્લા ડીવાયએસપી મીનાક્ષીબેન ત્યાંથી પ્રસાર થઈ રહ્યા હતા તેવો પણ ઉભા થઇ ગયા હતા અને પોતે માનવતા દાખવી પોતાનો દુપટ્ટો મૃતકને ઓઢાડી પોતે ટ્રાફિક ના થાય તે માટે ઉભા થઇ ગયા હતા. બીજી બાજુ આ અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતકના પરિવારજનો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી