મહેસાણાથી ગાંધીનગર આવતા પરિવારનો અકસ્માત, બેના મોત – એક ગંભીર

રાંધેજા રેલવે ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રક નીચે રિક્ષા ચકદાઇ

ગાંધીનગરનાં રાંધેજા રેલવે ફાટક નજીક પૂરપાટ ઝડપે હંકારી રહેલા ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા ઘટનાસ્થળે દંપતિના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ પુત્રને અમદાવાદા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ટ્રકની ટક્કરે રિક્ષા પુલ નીચે ઉતરી ગઇ હતી. મહેસાણાની દંપતિ પુત્રની દોડની પરીક્ષા હોવાથી ગાંધીનગર આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જગુદણ ગામમાં રહેતાં કાંતિભાઈ સોલંકી કૃષિ યૂનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. જેમના પરિવારમાં પત્ની રમીલાબેન અને બે દીકરા જીમી અને સ્મિત છે. 19 વર્ષનો જીમી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોવાથી તેને દોડની પરીક્ષા હતી. જે માટે તેઓ સંબંધી નરેશભાઇની રિક્ષામાં ગાંધીનગર જઇ રહ્યા હતા.

પરીક્ષા હોવાથી તેઓ ગાંધીનગરમાં એક સંબંધીનાં ઘરે રોકવાના હતા. આ દરમિયાન રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે રિક્ષા થોડેક આગળ જઈને પુલ નીચે ઉતરી ગઈ હતી. આ દરમિયાન ટ્રક પણ પાછળથી આવી હતી અને રિક્ષા પર ખાબકી હતી. જેનાં કારણે આખી ચગદાઈ ગઇ હતી.

આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે પુત્ર જીમીની હાલત ઘણી જ ગંભીર હતી. જેથી જીમીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. હાલ પેથાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી