ગોંડલના મોવિયા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે 3 અન્ય યુવકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ગોંડલના મોવિયા પાસે ગઈકાલે રાતે કાળા રંગની કાર પલટી ગઈ હતી. આ કારમાં 5 યુવકો સવાર હતા. જેમાંથી 2 યુવકોના મોત થયા છે, અને 3 ને ઈજા પહોંચી છે. કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા ગોંડલના નિવાસી છે તેવી માહિતી સામે આવી છે.
મૃતક અને ઈજાગ્રસ્તોને ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સે પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
41 , 1