સુરેન્દ્રનગર : અકસ્માતમાં ભાઈ – બહેનનો આખો પરિવાર ભસ્મીભૂત, સાત લોકો બળીને ભડથું

માલવણ હાઇવે પર સર્જાઇ દુર્ઘટના, ડમ્પર પાછળ ઇકો કાર ઘૂસતાં સળગી : 7 ભડથું

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર લોકો આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરતા દરમિયાન પરિવારને અકસ્માત નડ્યો હતો. મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત મુજબ, માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે આજે વહેલી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. જ્યારે એક મહિલાને બચાવ થયો છે. ભાઈ અને બહેનનો પરિવાર પિતરાઈ ભાઈની કાર લઈને સૌરાષ્ટ્રમાં ધાર્મિક દર્શને ગયો હતો.

કમનસીબે મોત પામનાર તમામ 7 વ્યક્તિ ભાઈ બહેનનો પરીવારના હતો. આ અકસ્માતમાં બે પરીવારોના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. જેમાં તસ્વીરમાં જણાતા એક જ પરિવારના 5 સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . પતિ , પત્નિ અને ૦૨ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ૦૩ લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે . જેમાં પતિ , પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોય શકે છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે. ગાડીની નંબર પ્લેટનાં આધારે આ લોકો ક્યાંના હતા તે અંગેની તપાસ કરવામાં આવશે.

 225 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર