રાજકોટના યાજ્ઞિક રોડ પર દુર્ઘટના, કોમ્પેલેક્ષનો જર્જરિત સ્લેબ તૂટી પડ્યો

ચાર લોકોનો આબાદ બચાવ, બચાવ કામગીરી શરૂ

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ આનંદ સ્નેક પાસે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. છત તૂટી પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હજુ પણ બે થી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 

દિવાળીની ખરીદીનો માહોલ વચ્ચે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિકો દ્ધારા  રાહત-બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી