બનાસકાંઠાના થરા-શિહોરી હાઈવે પર અકસ્માત, લક્ઝરી બસે પલટી મારતાં બે વર્ષના બાળકનું મોત, 7 ઘાયલ

સુરતથી ભાભર આવતા શિહોરી માનપુર રોડ પર અકસ્માત સર્જાયો

બનાસકાંઠાના થરા-શિહોરી હાઈવે પર આવેલ માનપુર અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલ્ટી જતાં બે વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. સાતમાંથી ત્રણ લોકોને હાથ-પગમાં ફ્રેકચર થયા છે. તેમજ ચાર લોકોને સામાન્ય ઇજા થતાં સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ડેઇલી સર્વિસ ટ્રાવેલ્સ લક્ઝરી બાપા સીતારામ સુરતથી ભાભર આવતા શિહોરી માનપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. શિહોરી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક તરફનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 61 ,  2