અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ, જાણીતા બિલ્ડરની પુત્રી અકસ્માત સર્જીને ફરાર

ફુલ સ્પીડે કાર દોડાવી બાઈક સવારને અડફેટે લીધા

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NFD સર્કલ પાસે કાર લઈને નીકળેલી યુવતીએ બાઇકસવારોને ઉડાવ્યા હતા, જેમાં બે યુવકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે કારચાલક યુવતી પોલીસ પકડથી દુર છે. મેગાસીટી અમદાવાદમાં હવે દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. થોડાક સમય પહેલાજ શિવરંજની ચાર રસ્તા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમા પર્વ શાહ નામના યુવકે ફુટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. ત્યારે વધું ફરી કઈક આવોજ બનાવ સામે આવ્યો છે.

નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા મૂળ પોરબંદર ભવ્ય રાયચૂરા અમદાવાદમાં સીએનો અભ્યાસ કરે છે. ભવ્ય અહીં પીજીમાં રહેતો હોવાથી તેના મિત્ર અભિજિત અન્ય મિત્રો સાથે સિંધુ ભવન ખાતે અર્બન ચોક પાસે ગરબા જોવા માટે ગયા હતા. રાતના 12.30 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન ભવ્ય બુલેટ ચલાવતો હતો, તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. તેઓ બાઇક પર ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર હતા. આ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફુલ સ્પીડે આવતી કારે ભવ્યની બાઇક સાથે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં ભવ્ય અને તેનો મિત્ર ફંગોળાઈ ગયા હતા અને નીચે પટકાયા હતા. અકસ્માત બાદ કારમાંથી એક યુવતી નીચે ઊતરી હતી. આ યુવતીને ઇજાગ્રસ્ત યુવકોએ જોઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને બચાવવાને બદલે યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

બિલ્ડરની દીકરીએ સર્જો અકસ્માત

જેમા જાણીતા બિલ્ડરની પુત્રીએ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બિલ્ડર અમિત પટેલની પુત્રીએ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ બંને યુવકને સાલ હોસ્પિટલમાં લઈ જવાય હતા, જ્યાં તેમને ગંભીર ઇજાઓ અને ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે આરોપી યુવતીને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. 

 36 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી