એન્ટીબાયોટિકના આડેધડ ઉપયોગથી વધે છે જીવનું જોખમ

જીવલેણ સાબિત થઈ શકે છે દવાનું વધુ સેવન…સલાહ વિના ઉપયોગ ટાળો

આજના ભાગદોડી ભર્યા જીવનમાં રોજિંદા વ્યસ્ત જીવનમાં, જ્યારે આપણે માથાનો દુખાવો, પેટનો દુખાવો અથવા તાવ આવતા તબીબીનો સલાહ વગર કોઈપણ એન્ટિબાયોટિક દવા લઈએ છીએ. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કોઈપણ એન્ટિબાયોટિકનો ખોટો અથવા વધુ પડતો ઉપયોગ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતોએ એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગને કારણે ઝાડા અને પેટના ઘણા ગંભીર રોગોની ચેતવણી આપી છે.

જ્યારે ઘરમાં નાનું બાળકને શરદી-નાક બંધ હોય જેના લીધે એ વ્યવસ્થિત શ્વાસોશ્વાસ ના કરી શકે અને એના કારણે ‘કજિયા’ કરે ને રોયા કરે. એવા સંજોગોમાં ડૉ. ને બતાવી તો તે એન્ટીબાયોટીક જ આપે એવા સમયે કેમ આનાથી બચવું?

કમનસીબે મોટાભાગે ડોકટરની જાગૃતિ પણ અનિવાર્ય છે. ઘણા ખરા મિત્રો જાગૃત છે પણ ઘણી વખત આત્મવિશ્વાસના અભાવે કે ઘણી વાર દર્દીના આગ્રહથી વશ થઈને લખી બેસે છે. આવા કેસમાં જો દર્દીઓ પણ જાગૃત થશે તો ઘણું સારું!

લાંબા ગાળે હાનિકારક નીવડે છે

એન્ટીબાયોટિક દવાઓ ભલે શરીરનો દુખાવો અને બીમારીને ઓછી કરી દે પરંતુ, તેમનો લાંબા સમય માટે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. સામાન્ય દુખાવો હોય અથવા કોઈ ઘાતક બીમારી, હમેશાં આપણે એન્ટીબાયોટિક દવાઓનું સેવન વિના કોઇ સંકોચે કરીએ છીએ. પરંતુ ઘણી શોધમાં આ વાત સામે આવી છે કે, એન્ટીબાયોટિક જેટલી જલ્દી દુખાવા પર અસર કરે છે તેટલું જ તે શરીરને નુકસાન પહોંચાડે છે.

એન્ટીબાયોટિક શોધ ક્યારે અને કોને કરી?

વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હોતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડનાં નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા સમય સુધી રહે છે.

50 ટકા લોકો આડઅસરનું ધ્યાન નથી રાખતા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં સંશોધનમાં ભારતની સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલ એક રિપોર્ટ સામે આવ્યો છે. ભારતનાં 50 ટકાથી વધુ લોકો દવાઓની આડઅસરનું ધ્યાન નથી રાખતા હોતા અને ડોક્ટરની સલાહ લીધા વિના જ એન્ટીબાયોટીક દવાઓ લેતા હોય છે.

ટીબીના કેસમાં એન્ટીબાયોટિક જોખમી બને છે

બિનજરૂરી એન્ટિબાયોટીક દવાઓ ખાવામાં આવે તો દર્દીની સારવાર કરવી લગભગ નામુમકીન થઈ જતી હોય છે, ખાસ કરીને ટીબીની બિમારીમાં સારવાર અસંભવ થઈ જાય છે. 90 ટકા ડોક્ટર દર્દીને દવા આપ્યાનાં ત્રણ દિવસ બાદ નિયમોનુસાર શરીર ઉપર તે દવાની અસરની તપાસ નથી કરતા હોતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી