શેઠના કહેવાથી બીન અનુભવી લેબર 25 મિટર ઊંચા ટાવર પર ચઢ્યા બાદ પટકાયો

લેબરના મૃત્યુ બાદ શેઠ સામે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ

ટાવર પર ચઢવાનો અનુભવ ન હોવા છતા શેઠના કહેવાથી લેબર 25 મિટર ઊંચા ટાવર પર ચઢ્યો હતો. ત્યારબાદ તે નીચે પટકાયો હતો. જ્યાંથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે, તેનું મોત થયું હતું. આ મામલે બીજા લેબરે શેઠ સામે આઇપીસીની કલમ 304(અ) મુજબ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રજ્જનલાલ ઉર્ફે રાજન બુધ્ધીલાલ લોધી સાણંદ ખાતે રહે છે. તેમણે ઓઢવ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, હું મારા મિત્ર રમણ, અનુરાગ, સુમીત યાદ અને અલ્પેશ સાથે રહું છું. અમે સાવન એન્ટરપ્રાઇઝમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરું છું અને મારા મિત્રો પણ મારી સાથે કામ કરે છે.

અમારા શેઠ જગદીશભાઇ બાબુભાઇ સંગાણી ટાવર પર ચઢવા માટે બેલ્ટુ, બુટ અને હેલ્મેટ આપ્યા છે અને સેફ્ટી સાથે ટાવર ઉપર ચઢીયે છીએ. જો કે, કંપની તરફથી અમને આ મામલે ટ્રેનિંગ આપવામાં આવી નથી. 3 જાન્યુઆરીના રોજ શેઠ જગદીશભાઇએ ફોન કરી જણાવ્યું હતું કે, ઓઢવમાં આવેલ મોબાઇલ ટેલીકોમ કંપનાના ટાવરમાં ડીશ લગાવવાનું કામ છે. તેથી સુમીત યાદવ સહિતના લોકો ત્યાં ગયા હતા. ત્યાં કામ પુરુ કરી ઓઢવમાં બીજી જગ્યાએ ગયા હતા. સુમીત યાદવને કોઇ અનુભવન ન હોવા થતા તે શેઠના કહેવાથી 25 મિટર ઊંચા ટાવર પર ચઢ્યો હતો અને ઉપરથી નીચે પટકાયો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું.

આ મામલે રજ્જનલાલ લોધીએ તેમની કંપનીના શેઠ જગદીશ બાબુભાઇ સાંગાણી સામે આઇપીસીની કલમ 304(અ) મુજબ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

 50 ,  1