LIVE : CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણીની કવાયત

 મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી

  • કનુ દેસાઇ, MLA, પારડી:  નાણાં  ખાતું ફળવાયું
  • રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા: મહેસૂલ અને કાયદા ખાતું ફળવાયું
  • હર્ષ સંઘવી, MLA, મજૂરા:  ગૃહ વિભાગ ફળવાયું (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)
  • પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ:  માર્ગ મકાન ખાતું અપાયું
  • પ્રદિપ પરમાર, MLA, અસારવા: સામાજિક અને ન્યાય અધિકારિતા ખાતું ફળવાયું
  • બ્રિજેશ મેરજા, MLA, મોરબી: ગ્રામ વિકાસ ખાતું અપાયું  (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)

આખરે જેની રાહ જોવાઈ રહી હતી એ રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો. રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુલ 24 પ્રધાનોએ શપથ લીધા. જેમાં 10 કેબીનેટ પ્રધાન 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા. અટેલે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી કેબીનેટમાં કુલ 25 પ્રધાનો થયા. આવો જોઈએ ક્યા પ્રધાનને કયું ખાતું સોંપવામાં આવ્યું અને મહત્વના ખાતા કોને મળ્યા.

મળતી માહિતી પ્રમાણે જીતુ વાઘણીને શિક્ષણ,ઋષિ પટેલને મહેસુલ વિભાગ, પુર્ણેશ મોદીને માર્ગ મકાન, કનુ દેસાઈને નાણાં વિભાગ, રાઘવજી પટેલને કૃષિ, પ્રદીપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા નરેશ પટેલને આદિ જાતિ અને હર્ષ સંઘવીને ગૃહ વિભાગ મળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે હજુ સ્પષ્ટ થયું નથી.

 170 ,  11 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી