September 19, 2021
September 19, 2021

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ પર દુષ્કર્મનો આરોપ

બાળકીને આંટો મારવા લઈ જવાનું કહીને કુકર્મ આચર્યું!

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદે સગીર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે મંદિરના સંચાલકોને જાણ થતાં આરોપીને ચકલાસી પોલીસને સોંપ્યો હતો. સોહમ ભગત નામના 47 વર્ષીય મંદિરના પાર્ષદ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળકીને આંટો મારવા લઈ જવાનું કહીને બહાર લઇ જઇને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. વડતાલ રાવલી રોડ પર આવેલ અવાવરું જગ્યા પર લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

ભોગ બનનાર બાળકીના માતા-પિતા અવાર નવાર મંદિરમાં દર્શન માટે આવતા આરોપી પરિચિત હતો. જેના કારણે તેઓ ગાઢ સંપર્કમાં પણ હતા. મંદિરના સંચાલકોને ઘટના અંગે જાણ થતા તત્કાલ તેને ઝડપી લીધો હતો. પોલીસને બોલાવીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક ચકલાસી પોલીસને ઘટના અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. 

 63 ,  1