વસ્ત્રાલમાં ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

રામોલ પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો

રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનુ ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. જોકે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરી છે.

વિગત મુજબ, વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમમાં ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કરાયો હતો. એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી ભાગી ગયો હતો. આ બનાવ બાદ રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં તપાસ કરતા આરોપી એ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ યસ ઉર્ફે હની ચૌહાણ તરીકે ઓળખ આપી હતી.

આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્લાનિંગ કર્યો હતો. જોકે ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી