સુરત : પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે આરોપી દોષિત જાહેર

દુષ્કર્મ બાદ ઇંટના ઘા મારીને બાળકીની કરી હતી હત્યા

સુરતના પાંડેસરાના પ્રેમનગરમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી દિનેશ બૈસાને દોષિત ઠેરવ્યો હતો.  સજા અંગે કોર્ટમાં 16 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા આપવામાં આવી હતી.

સરકાર પક્ષે  આ કેસમાં અગાઉ સરકારી વકીલ નયન સુખડવાલાએ 20 પાનાંની લેખિત દલીલ રજૂ કરી હતી અને ડીએનએ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો.

જે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના માથા પર ઇટ મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી તપાસતા વડાપાઉની દુકાનેથી એક યુવક બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપી દિનેશ બૈસાનેની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-202ના રોજ પોતાના મોટા બાપાના ઘરની બહાર એકલી રમતી હતી.ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણે તેને વડા પાઉં ખવડાવવાની લાલચ આપીને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લેતા આરોપીએ ઉશ્કેરાઇને બાળાના માથા પર ઇંટના ઘા મારી હત્યા કરી દીધી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી