હાટકેશ્વરના વેપારી પર ઘાતક હુમલો કરનાર આરોપી હજુ પણ ફરાર..!

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ, ઝોન-5 DCPએ કહ્યું – જલ્દી આરોપી પકડાઈ જશે

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં જાણીતા વેપારી અજય અય્યર પર જીવલેણ હુમલો કરનાર આરોપી અર્જુન મુદલિયાર અને આ સમગ્ર બનાવમાં સાથ આપનાર તેની માતા નિર્મલા મુદલિયાર હજુ પોલીસ પકડથી દૂર છે.

બનાવ ની વિગત એવી છે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ. આઇ.આર. મુજબ, ગતરોજ રાત્રે 11 વાગ્યાંની આસપાસ હાટકેશ્વરમાં વેપારી અજય અય્યર પોતાના ઘરે પોતાના પરિવાર સાથે સૂતા હતા.ત્યાં અર્જુન નામનો વ્યકિત નશાની હાલતમાં ઘરે આવીને અજય અય્યરને ઘર ની બહાર બોલાવીને જૂના કોઈ ઝગડાનું સમાધાન કરાવવા માટે આજિજી કરે છે. પરંતુ તે નશામાં હોવાથી અજય તેને ઘરેથી જતા રહેવાનું કહે છે અને સવારમાં શાંતિથી મળવાનું કહે છે.

અજય અય્યર, વેપારી

પરંતુ અર્જુન નામનો વ્યકિત એકનો બે નથી થતો અને જૂના ઝગડાના સમાધાન માટે પગે પડીને આજીજી કરે છે જેથી અજય અય્યરને વિશ્વાસ આવી જાય કે તે ઝગડો કરવા નથી આવ્યો માફી માંગવા આવ્યો છે થોડી વારમાં હુમલાખોરની માં નિર્મલા મુદલિયાર ત્યાં આવી જાય છે અને તે અજયને વાતોમાં વ્યસ્ત રાખે છે અને પછી અર્જુન અચાનક જ પોતાની પાસે રહેલું ચાકુ નીકાળીને સીધું અજય અય્યરના છાતીના ભાગે મારી દેશે. અને પછી ત્યાંથી અર્જુન અને તેની માં કોઈ ત્રીજા વ્યક્તિ સાથે મોટરસાયકલ પર ફરાર થઈ જાય છે. ચાકુ માર્યા બાદ હુમલાખોર અર્જુનની માં તેની સાથે તરત એવું બોલતી બોલતી ભાગે છે કે “ચલ ચલ બેટા કામ હો ગયા”

અફરાતફરીમાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો અને ઘરના લોકો દોડી આવે છે અને અજયને તાત્કાલિક L.G. હોસ્પિટલમાં લઇ જવા માં આવે છે જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ સોલા હોસ્પિટલમાં સિફ્ટ કરવામાં આવે છે જ્યાં અત્યારે અજય અય્યરને હાલત સ્થિર જણાઇ આવે છે.

આ સમગ્ર બાબતે ઝોન-5 DCP અચલ ત્યાગી એ જણાવ્યું છે કે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવશે, સઘન શોધખોળ ચાલી રહી છે. આરોપીઓ ને આશરો આપનાર દરેક શંકાસ્પદના ત્યાં રેડ મારવામાં આવી રહી છે. અર્જુન મુદલિયારના આસપાસના તમામ વ્યકિતની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ, અર્જુન મુદલિયાર સામે અગાઉ પણ અનેક ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે 3 મહિના અગાઉ તો હાથીજણમાં પ્રોહિબિશનના ગુનામાં પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.

 149 ,  1