સાબરમતી જેલમાં બંધ ગેંગરેપના આરોપીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

રાજકોટની યુવતીને નોકરીની લાલચ આપી કર્યો હતો ગેંગરેપ

અમદાવાદ સાબરમતી જેલમાં બંધ ગેંગરેપના આરોપીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નોકરી આપવાના બહાને રાજકોટની યુવતી પર એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કરનાર આરોપી જૈમિન પટેલે મોતને વહાલું કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે હવે હું આ કેસમાં બહાર નહીં આવી શકું, હું મારા પરિવારની માફી માંગું છું. આ બનાવ અંગે રાણીપ પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના 40 ફૂટ મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી યુવતીનું પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ ગાંધીધામની હોટેલમાં એમડી ડ્રગ્સનો નશો ફરી યુવતી પર ગેંગ રેપ કર્યો આટલેથી નહીં અટકેલા હેવાનોએ અમદાવાદ પરત ફરતી વખતે યુવતીને પિસ્તોલ બતાવી ચાલુ કારે આરોપીઓએ રેપ કર્યો હતો. આ જ રીતે સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને હોટેલોમાં યુવતીને લઈ જઈ આરોપીઓ બે માસ સુધી અનેકવાર ગેંગરેપ કરી ચુક્યા હતા.

આ મામલે પ્રજ્ઞેશ હર્ષદ પટેલ, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ, નીલમ પ્રજ્ઞેશ વિરુદ્ધ ગોતામાં ફરિયાદ નોંધાઇ હતી. અને તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ જૈમિન પટેલ નામના કેદીએ સાબરમતિ જેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

જૈમિન પટેલ સેન્ટ્રલ જેલની 200 નંબરની ખોલીમાં કાચા કામના આરોપી તરીકે રહેતો હતો. તેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રાણીપ પોલીસ જેલ ખાતે દોડી ગઈ હતી. જૈમિને મરતાં પહેલાં અંતિમ ચીઠ્ઠી લખી હતી. ચીઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, આ કેસમાં હું બહાર નહીં આવી શકું, મારા પરિવારની માફી માંગું છું. હાલ આ મામલે રાણીપ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 42 ,  1