GTUની સાઈટ હેક કરીને વિદ્યાર્થીઓનો ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો

વિદ્યાર્થીઓના ડેટા લીક કરનાર આરોપીની સાયબર ક્રાઇમે જૂનાગઢથી કરી અટકાયત

GTUની ઓનલાઇન દરમિયાન વેબસાઈટ હેક કરી વિદ્યાર્થઈનો ડેટા લીક કરનાર આરોપી આખરે ઝડપાઇ ગયો છે. એક્ઝામ આપનારા 1200થી વધુ વિદ્યાર્થીઓનો ડેટા લીક કરી દેવામા આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓના ફોટા તેમજ આઈકાર્ડ-આધારકાર્ડ સહિતની માહિતી લીક કરી દેવાઈ હતી. જો કે આ ઘટના બાદ પોલીસે આરોપી ને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા જૂનાગઢથી એક આરોપી ની ધરપકડ કરી છે. 

સાયબર ક્રાઇમે જૂનાગઢથી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી મોન્ટુ આર સી ટેકનિકલમાં આઇ.ટી. ના સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે. હાલમાં જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે તમામ પ્રકાર ની પરિક્ષા રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. છતાં પણ GTU દ્વારા પરિક્ષા લેવાનુ નક્કી કરવામાં આવતા આરોપી એ ડેટા હેક કરી અન્ય કેટલીક વેબ સાઈટ પર પણ આ ડેટા અપલોડ કરી દીધો હતો.

હાલ માં સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 156 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર