14 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર આરોપીને સાત વર્ષની સખત કેદ

આરોપી કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે, દયા નહીં- કોર્ટનું અવલોકન

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 14 વર્ષિય કિશોરીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારનાર આરોપીને સાત વર્ષની સખત કેદની સજા સ્પે. પોક્સો કોર્ટે ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો કેસ છે, આરોપી સામે આખો કેસ પુરવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે અને સાક્ષીઓના નિવેદન છે. ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.

શહેરના વાસણા વિસ્તારમાં રહેતો મુન્નો ઉર્ફે બંગાળી રમેશભાઇ 30 ડિસે. 2015ના રોજ વેજલપુર વિસ્તારમાં રહેતી 14 વર્ષિય સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ જુદા જુદા વિસ્તારમાં લઇ જઇ તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે કિશોરીના પિતાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે 4 જાન્યુ. 2016ના રોજ ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે ચાર્જશીટ કરતા કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.

જેમાં સરકારી વકીલ નિલેષ લોધાએ 8 સાક્ષી તપાસી અને 15 દસ્તાવેજી પુરાવા રજૂ કરી એવી દલીલ કરી હતી કે, આરોપી સામે ગુનો પુરવાર થાય છે, મેડિકલના પુરાવા જોતા કિશોરી પર બળાત્કાર થયો હોવાનું ફલિત થાય છે, આરોપીએ જ કૃત્ય આચર્યું હોવાનું પુરવાર થાય છે, આવા કેસો સતત વધી રહ્યાં છે ત્યારે આવા આરોપી સામે સખતમાં સખત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર