સુરત : મહિલા નાયબ મામલતદારના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગનાર આરોપીની ધરપકડ

આરોપીએ મહિલા નાયબ મામલતદારના ફોટા મોર્ફ કરી ખંડણીની કરી હતી માંગ

સુરતમાં મહિલા નાયબ મામલતદારના બિભત્સ ફોટો મોકલી વાઈરલ કરવાની ધમકી આપી 60 હજાર માંગનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. આજથી 10 મહિલા પહેલા મહિલા નાયબ મામલતદારનો મોબાઇલ ફોન રિક્ષામાં ભૂલી ગયા હતા. દસ મહિના બાદ આરોપીએ અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતો હતો. એટલું જ નહીં બદમનામ કરવાની ધમકી આપી 60 હજાર રૂપિયાની માંગણી કરતો હતો. જો કે આ મામલે ફરિયાદ નોંધાતે પોલીસે સુરતમાં રહેતા નાજીમ નઈમ પટેલની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયાં હતાં. મોબાઇલના મેમરી કાર્ડમાં તેમના પર્સનલ ફોટોગ્રાફ અને દસ્તાવેજ હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવું સીમકાર્ડ અને મોબાઇલ લઈ લીધો હતો. જે બાદમાં 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે એક કૉલ આવ્યો હતો. જેમાં સામેવાળાએ હિન્દી મેં બાત કરો એવું કહેતા મહિલાએ કાપી નાખ્યો. ત્યાર બાદ અવારનવાર કૉલ આવવા લાગ્યા હતા. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલનાં મેમરી કાર્ડમાં હતા.

એટલું જ નહીં, અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લીલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવારનવાર મેસેજ અને બીભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલિટ કરવા માટે 60 હજારની માંગણી કરી અને નહીં આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પોલીસે સર્વેલન્સના આધારે ઝડપી પાડેલા નાજીમ નઈમ પટેલ (ઉ.વ.આ.24) ઘર નં. 99 જોનાપુર મેઈન રોડ સાઉથ દિલ્લહી મૂળ રહે. ડુંભાલ ટેનામેન્ટ ઓમનગર સોસાયટીની બાજુમાં આંજણા રોડ લિંબાયત સુતને પોલીસે ઝડપી લીધો છે. નાજીમે નાયબ મામલતદાર મહિલાને ફોનના વોટસએપમાં બિભત્સ ફોટો મોકલી આપી વાઈરલ કરવાની ધમકી આપી હતી તથા ફોન કરીને 60 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર