માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા

વડાપાઉંની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો બાદ કરી હતી હત્યા

સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

પાંડેસરા વિસ્તારમાં 7 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉ આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર 10 વર્ષ હતી. દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુશ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી. 

ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસે તાત્કાલિક અસરથી પગલા લઈને આરોપીને પકડા પાડ્યો હતો. પોલીસે તેને પકડીને માત્ર 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી.  ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 132 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી