અમદાવાદ : ટક્કર મારી યુવકની હત્યા કરનાર આરોપી ટ્રક ચાલાકની રાજસ્થાનથી ધરપકડ

સામાન્ય બાબતમાં ટ્રક ચાલકે ટક્કર મારી યુવકની કરી હતી હત્યા

શહેરના સરદાર પટેલ રિંગ રોડ નજીક આવેલા રામોલ ટોલ ટેક્ષ પાસે રાજસ્થાનની ટ્રક ચાલકે સમાન્ય બાબતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાજસ્થાન પાસિંગ ટ્રકચાલકે બોલેરો કારને ટક્કર મારી હતી. કાર ચાલકે નુકસાન પેટે 10 હજાર માગ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલક નાસવા જતા યુવક રોકવા ગયો તો ઉડાવી દીધો હતા. બાદમાં બેફામ ટ્રક દોડાવી ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસે તાપસ હાથ ટ્રક ચાલાકની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા રામોલ ટોલ ટેક્ષ પાસે રાજસ્થાનની ટ્રકને ચાલકે સામાન્ય અકસ્માતની ઘટનામા યુવકને ટ્રકથી ઉડાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુવક હાથ બતાવી ટ્રકચાલકને રોકવા ગયો પરંતુ ડ્રાઇવરે ટ્રક ઉભી રાખી નહિ અને ફૂલ સ્પીડે ભગાવી ટક્કર મારી નાસી ગયો હતો. રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર ટ્રક ડ્રાઇવરને શોધવા માટે ટીમો લગાડી હતી.

મળતી વિગત મુજબ, નડિયાદ જિલ્લાના ફતેપુર ગામનો રાજેશ તેના સંબંધી સાથે મકાઈના ડોડા નડિયાદથી ભરી અને મહેસાણા આપવા નીકળ્યો હતો. મોડી રાતે મહેસાણા માલ ઉતારી નડિયાદ આવવા નીકળ્યો હતો. વહેલી સવારે રિંગ રોડ પર રામોલ ટોલટેક્સ પાસે પહોંચ્યો ત્યારે વાહનોની લાઈનમાં ઉભા હતા. ત્યારે પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક આવી. ટ્રકચાલકે બોલેરોને ટક્કર મારતા આગળ ઉભેલા વાહન સાથે ટકકર વાગી. જેથી આગળની બંને હેડ લાઈટ તુટી ગઈ હતી. અકસ્માત બાબતે ટ્રક ડ્રાઇવર પાસે 10, 000 રૂપિયા નુકસાનના માંગતા તેણે બોલાચાલી કરી હતી.

આ દરમિયાન પાછળ બીજા વાહનોની લાંબી લાઇન થઈ જતા આગળ વાહન લઈ નડિયાદ તરફ સાઈડમાં રોકયું હતું. ટ્રક ડ્રાઇવર પણ ટ્રકને આગળ લઈ સાઈડમાં કરવાની જગ્યાએ કુલ સ્પીડમાં ભાગતો હતો. જેથી રાજેશે ટ્રક સામે જઈ હાથ બતાવી રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઇવરે ટ્રક તેના પર ચઢાવી વ્હીલ નીચે કચડી નાસી ગયો હતો. 

પોલીસે તાત્કાલિક તપાસ કરતા ટ્રક ડ્રાઈવર રાજસ્થાન ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. પોલીસે ટ્રક નંબરના આધારે તપાસ કરતા આરોપી રામનિવાસ સ્વામીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તો બીજી તરફ ધરપકડ બાદ આરોપીએ પોલીસ સામે ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીએ કહ્યું હતું કે, અકસ્માત બાદ રાજેશે આગળ ટ્રક રોકાવી અને દરવાજા પર ચઢી ગયો હતો અને રામનિવાસે ફેટ મારતા તે પડી ગયો અને ટાયર નીચે આવી ગયો. જેથી તે કચડાઈને મૃત્યુ પામ્યો હતો. 

હાલ આ મામલે રામોલ પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર